Saturday, September 21

દેશમાં હજી ૧.૪૧ લાખ બીએસ-૩ વાહનો વેચાયા વગર પડયા છે

સુપ્રીમ કોર્ટે ગયા મહિને અચાનક બીએસ-૩ વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકતા વાહન ઉત્પાદકોએ ભારે ડિસ્કાઉન્ટ આપીને બે દિવસની અંદર શકય એટલા વાહન વેચ્યાં હતા. આમ છતા હજુ ૧.૪૦ લાખ જેટલા બીએસ-૩ વાહનોનો જથ્થો વેચાયા વગર પડયો છે, જેનું મૂલ્ય રૃ..૫,૬૩૩ કરોડ થાય છે.
વેચાયા વગરના વાહનોમાંથી મોટા ભાગનો જથ્થો અગ્રણી કોમર્શિયલ  ઉત્પાદકો ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર અને વીઈ કોમર્શિયલ Âવ્હકલ્સનો છે. આ ઉપરાંત ટુ વ્હીલર્સ ઉત્પાદકો હીરો મોટોકોર્પ, હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર અને ટીવીએસ મોટર કંપ્નીના ડીલર્સ પાસે સંયુકત મોટર કંપ્નીના ડીલર્સ પાસે સંયુકત રીતે ૭૮,૬૩૮ બીએસ-૩ વાહનો છે. જેનું મૂલ્યે રૂ.૩૩૬ કરોડ થાય છે.
સુપ્રીમના ચુકાદા બાદ ૩૦ અને ૩૧ માર્ચે ઓટો કંપનીઓએ બે દિવસ સુધી ૧૦થી ૫૦ ટકા સુધીના ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. ગ્રાહકોએ આ તકનો ભરપુર લાભ ઉઠાવીને ભારે ખરીદી કરી હતી પરંતુ ઓટો ઉત્પાદકોએ નીચા ભાવે વેચાણના કારણે રૂ.૧,૨૦૦ કરોડની ખોટ સહન કરી હતી.
વાહનોને ફેકટરીમાં પરત લાવીને તેની બીએસ-૪ સ્ટાન્ડર્ડ મુજબના બનાવવામાં ઘણો ખર્ચ આવશે. ૨૦ માર્ચના આંકડા પ્રમાણે બીએસ-૩ વાહનોની ઈન્વેન્ટરી ૮.૨૪ લાખ વાહનોની હતી. જેમાંથી ૬.૭૧ લાખ ટુ વ્હીલર્સ, ૯૬,૭૦૦ કોમર્શિયલ ૪૦ હજાર થ્રી વ્હીલર્સ અને ૧૬,૧૯૮ પેસેન્જર વાહનો હતા. તે સમયે વાહનોના જથ્થાનું મૂલ્ય ા.૨૦,૦૦૦ કરોડ આંકવામાં આવ્યુ હતું. ટુ વ્હીલર ઉદ્યોગે ફટાફટ ૯૦ ટકા જેટલો સ્ટોક વેચી નાખવામાં સફળતા મેળવી હતી પરંતુ ટ્રક ઉત્પાદકો માટે સમસ્યા વધુ ગંભીર છે કારણ કે તેઓ ૩૦થી ૪૦ ટકા જેટલું ભારે ડિસ્કાઉન્ટ આપીને પણ ૫૫ ટકા જેટલો જથ્થો જ વેચી શકાયો હતો.

Leave A Reply