પેટ્રોલ અને ડિઝલના ભાવ દરરોજ બદલાશે, ૧ મેથી અમલ

સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ૧ મે થી દેશના પાંચ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર કરવાની યોજના લાગૂ કરવા જઇ રહી છે. ઇન્સ્ટ્રીઝના સૂત્રોનું કહેવું છે કે જા અહીં કરેલો પ્રયોગ સફળ રહેશે તો ધીમે-ધીમેડેલી પ્રાઈઝ રિવિઝનની યોજના આખા દેશમાં લાગૂ કરી દેવાશે. સૂત્રોના મતે કંપનીઓ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજસ્થાનના ઉદયપુર, ઝારખંડના જમશેદપુર (ટાટા)ની સાથો સાથ ચંદીગઢમાં ૧ મે થી તેની શરૂઆત કરવા જઇ રÌšં છે.ઉલ્લેખનીય છે કે અત્યારે દર ૧૫ દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સમીક્ષા કરાય છે. જેથી કરીને આંતરરાષ્ટÙીય બજારના ભાવ સાથે તાલમેલ બેસાડી શકાય. ઇÂન્ડયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પ, અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દેશના ૯૦ ટકા પેટ્રોલ પંપોનું સંચાલન કરે છે. સૂત્રોના મતે આ ત્રણેય કંપનીઓના વિશાખાપટ્ટનમ, ઉદયપુર, જમશેદપુર, પુડુચેરી, અને ચંદીગઢમાં અંદાજે ૨૦૦ પેટ્રોલ પંપ છે.આ પાંચ શહેરોમાં ‘ડેલી ડાઇનેમિક પ્રાઇસિંગ’ લાગૂ કરતા સમગ્ર દેશમાં લાગૂ કરતાં પહેલાં જ સમસ્યાઓની ખબર પડી જશે. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે આખા દેશમાં ‘ડેલી ડાઇનેમિક પ્રાઇસિંગ’ લાગૂ કરવાની યોજના છે. જા કે સરકારી કંપનીઓ પાસેથી તેના પર કોઇ ટિપ્પણી કરી શકાય નહીં. સૂત્રોના મતે પ્રાઇવેટ પેટ્રોલ પંપ કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસ્સાર આૅઇલ પણ આ રસ્તા પર આગળ વધશે.

Leave A Reply