શેઠની શિખામણ ઝાંપા સુધીઃ ૧.૧૨ લાખ લોકોએ ગેસ સબસિડી પાછી માગી

 બે વર્ષ પહેલા માર્ચ-૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના મધ્યમ વર્ગીય લોકોને અપીલ કરી હતી કે તેઓ ગરીબ લોકો સુધી ગેસ સિલીન્ડર પહોંચે તે માટે પોતપોતાની સબસીડી ‘ગિવ ઈટ અપ’ કાર્યક્રમ હેઠળ છોડી દે. વડાપ્રધાનની અપીલ બાદ એક વર્ષની દર દેશભરમાં અંદાજે એક કરોડ લોકોએ સબસીડી છોડી દીધી હતી. પેટ્રોલિયમ મંત્રાલયનો દાવો છે કે હવે ઝડપ સાથે લોકો પરત કરેલી સબસીડી પાછી મેળવી રહ્યા છે.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ૧,૧૨,૬૫૫ લોકોએ ‘ગિવ ઈટ અપ’ને ભૂલ માનતા પોતાની સબસીડી પાછી મેળવી છે. મંત્રાલયના આંકડાઓ અનુસાર સબસીડી પરત લેનારા સૌથી વધુ લોકો અંદાજે ૨૩ હજાર મહારાષ્ટÙના છે. મંત્રાલયે ‘ગિવ ઈટ અપ’ સ્કીમને લોન્ચ કરતી વેળાએ સબસીડી મેળવી રહેલા એલપીજી ગ્રાહકોને એક વર્ષ બાદ સબસીડી પરત લેવાનો વિકલ્પ આપ્યો હતો. આ સ્કીમના લોન્ચ થયા બાદ કેન્દ્ર સરકારે જારશોરથી તેની સફળતાનો દાવો કર્યો હતો.
કેન્દ્ર સરકારે આંકડા જારી કર્યા હતા કે કરોડો લોકો વડાપ્રધાનની અપીલને સાંભળ્યા બાદ દેશહિતમાં પોતપોતાની સબસીડી છોડી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે આ આંકડો પણ જારી કર્યો હતો કે ‘ગિવ ઈટ અપ’ કાર્યક્રમને પગલે કેન્દ્ર સરકારને ૨૧ હજાર કરોડ પિયાથી વધુની બચત થઈ છે. હવે દેશમાં એલપીજીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખી લોકોને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે અને તેઓ છોડેલી સબસીડી લેવાના વિકલ્પ્ને જલ્દીથી જલ્દી પસંદ કરી ફરી પાછા સસ્તા ભાવે એલપીજી સિલીન્ડર લેવાની હોડમાં લાગી ગયા છે. સબસીડી પરતની જાણકારી ખુદ પેટ્રોલિયમ મંત્રાલયે તાજેતરમાં સંસદમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આપી છે.

Leave A Reply