જૂનાગઢ શહેરનાં આદર્શનગરમાં ભાઈએ ભાઈને છરી મારી

 જૂનાગઢ શહેરનાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં કામધંધો નહી કરવા બાબતે ઠપકો આપતાં સગાભાઈને છરી મારી દેવાનો બનાવ નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરનાં આદર્શનગર Âસ્થત વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતાં ફરીયાદી જગદીશભાઈ છતુમલ વધવા (ઉ.વ.પ૦) એ તેનાં ભાઈ ન્યાલચંદને કોઈ કામધંધો નહીં કરતો હોવા બાબતે ઠપકો આપતાં આરોપી ન્યાલચંદ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ભુંડી ગાળો કાઢી ઘરમાં પડેલ છરીનો એક ઘા માથાનાં ભાગે મારી ઈજા કરી ગુનો કરતાં પોલીસે આ બનાવમાં આઈપી ૩ર૪, પ૦૪, જીપીએકટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply