Wednesday, August 21

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં સરદારપુર ગામ ખાતે બે જુથો વચ્ચે ધીંગાણું

 જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં સરદારપુર ગામ ખાતે ક્રિકેટ રમવાની કિટ તોડી નાખવા બાબતે બે જુથો વચ્ચે ધીંગાણું સર્જાતાં રાયોટીંગ સહિતનાં ગંભીર ગુનામાં સામસામી ફરીયાદ નોંધાઈ છે આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત મુજબ ભેંસાણ તાલુકાનાં સરદારપુર ખાતે રહેતાં અને હાલમાં મોરબી નિવાસસ્થાન ધરાવતાં સંજય ઓઘડભાઈ સૈગંલીયા (ઉ.વ.ર૭) એ આ કામનાં આરોપી રાજુ ભુરા, ભાવેશ રાજુ, મોહિત ધીરૂ, લાલા બટુક, સુભાષ ગીગા, મનીષ દાના, હરેશ કાના, મનવીર ધીરૂ, વીભા માનસુર, ધીરૂ વાલા, બટુક વાલા, ગીગા માનસુર (રહે.તમામ સરદારપુર, તા.ભેંસાણ) વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે આ કામનાં ફરીયાદી સંજય ઓઘડભાઈનાં ભાઈ સુરજને આરોપી ભાવેશ રાજુ સાથે અગાઉ ક્રિકેટ રમવાની કિટ તોડી નાંખવા બાબતે બોલાચાલી થયેલ હોય જે મનદુઃખનાં કારણે ઉપરોકત આરોપીઓએ તલવાર, પાઈપ, લાકડી જેવા ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી સંજય ઓઘડ તેમજ તેનાં ભાઈ સુરજ ઓઘડ ઉપર માથાનાં ભાગે પાઈપ મારતાં લોહી નીકળતાં ગંભીર ઈજા થયેલ. ઉપરોકત આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ભેગા મળી હુમલો કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં ભેંસાણ પોલીસે આ બનાવમાં આઈપીસી ૩ર૩, ૩ર૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  જયારે આ જ બનાવમાં ક્રોસ ફરીયાદ પણ નોંધાઈ છે જેમાં વિભા માનસુરભાઈ છૈયા (ઉ.વ.૪૭, રહે.સરદારપુર, તા.ભેંસાણ) આરોપી ઓઘડ મેસુર, સંજય ઓઘડ, સુરજ ઓઘડ, પુના મેસુર (રહે.બધા સરદારપુર ) વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતાં ઉપરોકત આરોપીઓએ ફરીયાદીને લોંખડનો પાઈપ જમણાં હાથમાં મારતાં ઈજા થયેલ તેમજ લાકડી વડે ફરીયાદી વિભાભાઈ અને તેના કુટુંબી રાજુભાઈને લાકડી વડે માર મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવમાં આઈપીસી ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર), ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply