ફ્રાંસમાં રાષ્ટ્રપતિની ચુંટણી પહેલા હુમલો બેના મોત

ફ્રાંસની રાજધાની પેરીસમાં એક હથિયારબદ્ધ શખ્સે પોલીસ પર આડેધડ ફાયરીંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ફાયરીંગમાં એક પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ  મોત થયુ છે જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોÂસ્પટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક પોલીસ કર્મચારીનું મોત થયુ હોવાના અહેવાલ મળ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાન્દેએ આ ઘટનાને એક આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જ્યારે કટ્ટર આતંકી સંગઠને ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી Âસ્વકારી છે.  આ હુમલો પેરીસના શોએલીજે વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર થયો હતો. શોએલીજે પેરીસના જાણીતા વિસ્તાર પૈકીનો એક છે અને અહીં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓનો ધસારો રહે છે.  ત્યારે એક શખ્સે કારમાંથી ઉતરીને ઓટોમેટિક બંદુકથી પોલીસને નિશાન બનાવી ફાયરીંગ શરુ કરી દીધુ હતું. ફાયરીંગ બાદ હુમલાખોરે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ તેનો પીછો કરીને અથડામણમાં તેને ઠાર કર્યો હતો.  આ ઘટના બાદ  આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
તેમજ પેરીસ શહેરની નાકાબંધી કરીને ઠેર ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ફ્રાંસ સરકારના પ્રવક્તા પીએરે હેન્રીએ જણાવ્યુ હતું કે, આ હુમલો એક ષડયંત્ર હતું. જેમાં જાણી જાઈને પોલીસને નિશાન બનાવવામાં આવી છે. પેરીસના વહિવટી તંત્રના દાવા મુજબ,  હુમલાખોરની ઓળખ કરી લેવામાં આવી છે. જાકે હજી સુધી તેની ઓળખ જાહેર કરાઈ નથી.  જાકે, વીડિયો સંદેશ જાહેર કરીને આઈએસે આ હુમલાની જવાબદારી Âસ્વકારી છે. આઈએસે આ હુમલાખોરનું નામ અબુ યુસુફ અલ બલજીકી ગણાવ્યુ છે.  તેમજ તે પેરિસનો નાગરીક હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.  મહત્વનુ છે કે, ફ્રાંસમાં આગામી રવિવારે રાષ્ટ્રપતિ પદની ચુંટણી થવાની છે. ત્યારે આ હુમલા બાદ સમગ્ર પેરીસમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

Leave A Reply