દિલ્હીના દંગલમાં મોદી.. મોદી.. ભાજપની ધમાકેદાર જીત

દિલ્હી નગર નિગમ(એમસીડી)ની યોજાયેલી ચુંટણીમાં આજે મતગણતરી કરવામાં આવતા એકઝીટ પોલના તારણો તેમજ ધારણા મુજબ એમસીડી ઉપર ભાજપનો વિજય વાવટો ફરકી ગયો છે કુલ ર૭૦ બેઠકોમાંથી ભાજપને ૧૮૧ બેઠકો મળી છે. જયારે આમ આદમી પાર્ટીને ૪૭ અને કોંગ્રેસના ફાળે ૩૦ બેઠકો ગઈ છે આમ ફરી એકવાર ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખતા એમસીડી ચુંટણીમાં જવલંત સફળતા મેળવી લીધી છે કુલ ૧૮૧ બેઠકો સાથે ભાજપે સ્પષ્ટ ર/૩ બહુમતી મેળવી લીધી છે. તે સાથે ભાજપે દિલ્હી નગર નિગમ ઉપર સતત ત્રીજી ટર્મ માટે સત્તા પ્રાપ્ત કરી લીધી છે
દિલ્હી નગર નિગમમાં પુર્વ દિલ્હી, દક્ષીણ દિલ્હી, ઉત્તર દિલ્હી એમ ત્રણ મહાનગરપાલીકાઓનો સમાવેશ થાય છે જેમાં પુર્વ દિલ્હીની ૬૩ બેઠકોમાંથી ભાજપને ૪૭, આમ આદમી પાર્ટીને ૯ અને કોંગ્રેસને માત્ર ૪ બેઠકો મળી છે. જયારે દક્ષીણ દિલ્હીની ૧૦૪ બેઠકોમાંથી ભાજપને ૭૦, આમ આદમી પાર્ટીને ૧૬ અને કોંગ્રેસને ફાળે ૧ર બેઠકો ગઈ છે જયારે ઉત્તર દિલ્હીની ૧૦૩ બેઠકોમાંથી ભાજપને ૬૪ આમ આદમી પાર્ટીને રર અને કોંગ્રેસને ૧૪ બેઠકો મળી છે. આમ દિલ્હી એમસીડીની ચુંટણીમાં ભાજપે ધમાકેદાર જીત મેળવીને સતત ત્રીજી ટર્મ માટે સતાના સુત્ર ગ્રહણ કરી લીધા છે
બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થઈ જતા બંને પાર્ટીઓએ ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ભારે આંચકો અનુભવ્યો છે કોંગ્રેસના દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય માકને હારની જવાબદારી સ્વીકારીને તેઓ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા હોવાનું એલાન કર્યુ છે જયારે આમ આદમી પાર્ટીએ દિલ્હી નગર નિગમની ચુંટણીમાં ઈવીએમમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ એવું જણાવ્યુ છે કે એમસીડીમાં મોદી લહેર નહી ઈવીએમ લહેર ચાલી છે.જયારે ભાજપે ઈવીએમમાં ગોટાળા થયા હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ ફગાવી દીધો છે

Leave A Reply