કૃષિ આવકને પણ ટેકસના દાયરામાં લાવવા નિતી આયોગની ભલામણ

કેન્દ્ર સરકાર દ્વારા આયોજન પંચને વિખેરી નાંખી નીતિ આયોગની રચના કરવામાં આવી છે જે આગામી વર્ષો માટે નીતિ ઘડવાનું કામ કરે છે ત્યારે આ નીતિ આયોગના સભ્ય વિવેક દેબરોયે સરકારની આવક વધારવા માટે એક નવી ભલામણ કરી છે તેમણે જણાવ્યુ છે કે વ્યÂક્તગત ઈન્કમટેક્સ ઉપર અપાતી વિવિધ છૂટછાટો બંધ કરવી જાઈએ તેમજ કૃષિ આવકને પણ ટેક્સના દાયરામાં લાવવી જાઈએ. વિવેકે જણાવ્યુ હતું કે આ પ્રકારના પગલાઓથી ટેક્સને લઈ એક સમાન માળખુ અÂસ્તત્વમાં આવશે જે દેશમાંથી આર્થિક ભેદભાવોને દૂર કરશે એટલુ જ નહીં સરકારની આવક વધતા સામાજિક ક્ષેત્રની યોજના માટે પુરતા પ્રમાણનું ફંડ પણ ઉપલબ્ધ થઈ શકશે. દેબરોયે જણાવ્યુ હતું કે વ્યÂક્તગત ઈન્કમટેક્સમાં મળતી વિવિધ છૂટછાટ બંધ થવી જાઈએ. તેમજ કૃષિ સહિતની ગ્રામીણ વિસ્તારોના લોકોને થતી તમામ આવકોને પણ ટેક્સના દાયરામાં લાવી દેવી જાઈએ. ગ્રામીણ વિસ્તારના લોકોની ૩થી ૫ વર્ષની સરેરાશ આવકને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય કરી શકાય તેમ છે. દોબરોયે જણાવ્યુ હતું કે હું ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચેના કૃત્રિમ વિભાજનનું સમર્થન કરતો નથી. આ પ્રકારનો પ્રયત્ન દેશના લોકો વચ્ચે એક દિવાલ ઉભી કરી રહ્યુ છે. આવક મર્યાદા માટે જે નિયમો શહેરી વિસ્તારના લોકો માટે છે તે જ નિયમો ગ્રામીણ વિસ્તારના લોકો માટે પણ લાગુ થવા જાઈએ

Leave A Reply