ટ્રમ્પે કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકાથી ઘટાડી ૧૫ ટકા કર્યો

ટ્રમ્પ સરકારે બહુપ્રતિક્ષિત સુધારા યોજનાના અમલની શરૂઆત કરી દીધી છે. આ યોજના અંતર્ગત કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમેરીકાના ઈતિહાસમાં સૌથી મોટો ટેક્સ કાપ મુકવામાં આવ્યો છે. આ યોજનાથી ઉદ્યોગોની સાથે-સાથે સામાન્ય લોકોને પણ ટેક્સમાંથી મોટી રાહત મળશે. ખાસ કરીને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી અડધાથી પણ નીચો કરી દેવાયો છે. તેમજ કેટલાક બિનજરૂરી ટેક્સ રદ્દ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના ટ્રેજરી સેક્રેટરી Âસ્ટવન મનુચને જણાવ્યુ હતું કે, આ ટેક્સ સુધારાથી અમેરિકન ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને તેનાથી અર્થવ્યવસ્થા મજબુત બનશે. એટલુ જ નહીં આ નિર્ણયના કારણે રોજગારીની નવી તકો ઉભી થશે. ટેક્સમાં રાહતના કારણે વિદેશમાં અબજા રૂપિયાનુ રોકાણ કરતી અમેરિકન કંપનીઓ ફરીથી પોતાના દેશમાં રોકાણ કરવા માટે આકર્ષાશે. જેથી અમેરિકાની આર્થિક Âસ્થતિ મજબુત બનશે.  ટ્રમ્પ સરકારે કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરી દીધો છે. આ ટેક્સ રેટ લઘુ ઉદ્યોગો માટે પણ લાગુ પડશે જે અત્યાર સુધી વ્યÂક્તગત ટેક્સ રીટર્ન ફાઈલ કરતા હતા. સામાન્ય લોકો માટે અત્યારે અમેરિકામાં કુલ ૭ ટેક્સ સ્લેબ છે જેને ઘટાડીને ટ્રમ્પે ૩ કરી દીધા છે. જેમાં પ્રથમ સ્લેબમાં ૧૦ ટકા, બીજા સ્લેબમાં ૨૫ ટકા અને ત્રીજા સ્લેબમાં ૩૫ ટકા ટેક્સ રેટ હશે. વર્તમાન સમયમાં અમેરિકામાં સ્ટેન્ડર્ડ ટેક્સ અપરણિત લોકો માટે ૬૩૦૦ ડોલર છે. જ્યારે પરણિત દંપત્તિ માટે ૧૨૬૦૦ ડોલર છે,જેને ઘટાડવાનો પ્રસ્તાવ પણ રજુ કરાયો છે. આ ઉપરાંત અલટર્નેટીવ મિનીમમ ટેક્સના કારણે ધનવાનોને જે વધુ ટેક્સ ચુકવવો પડે છે તેમાંથી પણ તેમને રાહત મળશે. ઓબામા સરકારે લાગુ કરેલ હેલ્થકેર ટેક્સને ટ્રમ્પે રદ્દ કરી દીધો છે

Leave A Reply