Thursday, August 22

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે પરશુરામ જયંતિની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભગવાન પરશુરામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે બ્રહ્મસમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત જૂનાગઢ શહેરમાં ૧૧ મહાઆરતી તેમજ ગઈકાલે બાઈકરેલી યોજવામાં આવી હતી. જયારે આજે બપોરનાં ૧પ ફલોટ સાથેની એક વિશાળ શોભાયાત્રા જાગનાથ મંદિર ખાતેથી શરૂ થઈ ભુતનાથ મંદિર ખાતે પહોંચી અને સંપન્ન થશે જયાં ઈનામ વિતરણ, ધર્મસભા સહિતનાં કાર્યક્રમ યોજવામાં આવશે. તેમજ સમુહ પ્રસાદ-ભોજનનાં કાર્યક્રમ પણ યોજવામાં આવી રહેલ છે

Leave A Reply