જમીન ડીલમાં વાડ્રાએ કરી ૫૦ કરોડની કટકી ; ઢીંગરા આયોગ


કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ વર્ષ ૨૦૦૮માં હરિયાણામાં એક જમીન ડીલમાં ગેરકાયદેસર રીતે ૫૦.૫૦ કરોડનો પ્રોફિટ મેળવવાના કેસમાં વાડ્રાની મુશ્ક્લીઓ આવનારા સમયમાં વધી શકે છે.  આ જમીન ડીલમાં વાડ્રાએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો ન હતો. જસ્ટીસ એસ.એન.ઢીંગરા કમિશન દ્વારા ઇટીને મોકલવામાં આવેલા રિપોર્ટમાં આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તપાસ સાથે સંકળાયેલા કેટલાક લોકો તરફથી મળતી માહિતી મુજબ, આ ડીલમાં રોબર્ટ વાડ્રાને ફાયદો થાય તે માટે સાંઠગાંઠ કરવામાં આવી હતી. જેમાં વાડ્રાનો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના જ સીધો નફો મળે તે રીતેનો પ્લાન કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં પ્રદેશની મોહનલાલ ખટ્ટર સરકારે આ જમીન ડીલ બાબતે તપાસ માટે એક જસ્ટીસ ઢીંગરા કમિશનની રચના કરી હતી. રોબર્ટ વાડ્રા અને સ્કાઇલાઇટ હોÂસ્પટાલિટીના વકીલ સુમન ખેતાને જણાવ્યું હતું કે, આ સમગ્ર જમીન ડીલમાં વાડ્રા કે તેમની કંપની દ્વારા કોઇ ગેરકાયદેસર કામ કરવામાં આવ્યું ન હતું તેમજ કોઇ કાયદાનું પણ ઉલ્લંઘન થયું ન હતું. તેમણે જમીનના નાણાં ચુકવીને જ જમીનની ખરીદી હતી. ઇન્કમ ટેક્સનું પણ પેમેન્ટ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, હરિયાણામાં  વાડ્રા દ્વારા જમીનની ખરીદી તેનો ઉપયોગનો હેતુ બદલીને મોટી કિંમતમાં ડીએલએફ કંપનીને વેચી ૫૦.૫૦ કરોડનો નફો મેળવવામાં આવ્યો હતો. જેને લઇને વાડ્રા પર પોતાની વગનો ઉપયોગ કરીને ખોટી રીતે જમીનની ડીલ કરવાનો આરોપ લાગ્યો હતો. જા કે, વાડ્રાએ પોતાને રાજકારણનો ભોગ બનાવી તેમની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

Leave A Reply