મજેવડી ગામના વૃધ્ધનું સ્વાઈનફલુથી મૃત્યુ થયુ

જૂનાગઢ તાલુકાના મજેવડીના પીપરવાડી પ્લોટમાં રહેતા ગોરધનભાઈ પ્રેમજીભાઈ ચોથાણીની તબીયત લથડતા તેમને જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન તેમને સ્વાઈન ફલુ હોવાની જાણ થતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતુ.

Leave A Reply