લાલુની બેનામી સંપત્તિ મુદ્દે ૨૨ સ્થળે આઈટીના દરોડા

આવકવેરા વિભાગે આજે આરજેડી પ્રમુખ લાલુ પ્રસા દયાદવ અને તેની પુત્રી મીશા ભારતી સાથે જાડાયેલ કથિત બેનામી જમીન કરાર મુદ્દે દિલ્હી એનસીઆરમાં દરોડાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ૧ હજાર કરોડ રૂપિયાની આ જમીન ડીલ મામલે દિલ્હી અને ગુડગાંવની ૨૨ જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા છે.  આ દરોડા એ કંપનીઓ અને લોકોને ત્યાં પાડવામાં આવી રહ્યા છે જે ડીલ મામલે લાલુ પ્રસાદ યાદવ સાથે જાડાયેલા છે. આજે સવારે ૮ઃ૩૦ કલાકથી આ દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.   તેમજ લાલુ પ્રસાદના જમાઈ શૈલેષકુમારની ઓફિસે પણ દરોડા પડાયા છે.
મહત્વનુ છે કે, લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને જમાઈએ યુપીએ સરકારના શાસન દરમિયાન  દિલ્હીમાં કરોડો રૂપિયાની જમીન નજીવા ભાવે ખરીદી હોવાનો ખુલાસો થયો હતો.
આ સમગ્ર કૌભાંડ કંપનીના શેર ખરીદવા અને વેચવાની આડમાં કરવામાં આવ્યુ હતું. આ આક્ષેપો સીધી રીતે લાલુની સૌથી મોટી પુત્રી અને રાજ્યસભાની સાંસદ મીશા ભારતી અને તેમના જમાઈ શૈલેષકુમાર સામે છે. એટલુ જ નહીં એવી પણ માહિતી સામે આવી હતી કે જે કંપનીના નામે આ કૌભાંડ કરાયુ તેનું રજીસ્ટ્રેશન લાલુ યાદવના સરકારી નિવાસ સ્થાનના સરનામા પર કરાયેલુ હતું.     જાકે, આરજેડીએ આ ખુલાસાને યલો  જર્નાલિઝમ ગણાવ્યુ હતું. આરજેડી પ્રવક્તા મનોજ ઝાએ જણાવ્યુ હતું કે, આ ડીલમાં કંઈ ગેરકાયદેસર હતુ નહી, માત્ર વિપક્ષની પ્રતિષ્ઠા ખરાબ કરવાના ઉદ્દેશ્યથી આ એક પ્રકારનુ યલો જર્નાલિઝમ કરવામાં આવી રહ્યુ છે.

Leave A Reply