પીવાનું તો છોડો ન્હાવાને લાયક પણ નથી ગંગાનુ પાણી

હિન્દુ શા†ો મુજબ ગંગામાં સ્નાન કરવાથી વ્યÂક્તના જન્મોજન્મના પાપ ધોવાઈ જાય છે અને તે મુÂક્તનો અધિકારી બને છે. પરંતુ આજે આ જ ગંગાનું સ્નાન વ્યÂક્તને બિમાર બનાવી શકે છે. હરીદ્વાર જઈને  ગંગા નદીમાં ડુબકી લગાવવાનો વિચાર કરી રહ્યા હોય તો એક વખત વિચારજા કે આ ગંગા નદીનું પાણી એટલુ ગંદુ છે કે તે પીવાને તો નહીં પણ સ્નાન કરવાને લાયક પણ નથી.  સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યુ છે કે, હરીદ્વારમાં ગંગા નદીનું પાણી ન્હાવા લાયક નથી.  સીપીસીબીએ જણાવ્યુ હતું કે, હરીદ્વાર જીલ્લામાં ગંગા નદીનું પાણી લગભગ દરેક માપદંડ ઉપર અસુરક્ષિત છે. મહત્વનુ છે કે હરીદ્વારમાં ગંગા નદી ઉપર ૨૦ ઘાટ આવેલા છે જેના ઉપરથી રોજ લગભગ ૧ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરે છે. ઉત્તરાખંડમાં ગંગોત્રીથી લઈને હરીદ્વાર સુધી અલગ-અલગ ૧૧ સ્થળો ઉપરથી પાણીની ગુણવત્તાની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ૧૧ સ્થળ કુલ ૨૯૪ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. સીપીસીબીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરએમ ભારદ્વાજે જણાવ્યુ હતું કે, આટલા લાંબા અંતરમાં ગંગા નદીના પાણીની ગુણવત્તા તપાસવા માટે ચાર માપદંડો નક્કી કરાયા હતા, જેમાં તાપમાન, પાણીમાં રહેલ ઓÂક્સજન, બાયોલોજિકલ ઓક્સીજન ડિમાન્ડ અને બેક્ટેરીયાનું પ્રમાણનો સમાવેશ કરાયો હતો.  હરીદ્વાર નજીકના વિસ્તારમાંથી ગંગાના પાણીમાં બાયોલોજિકલ ઓક્સીજન ડિમાન્ડની ઉણપ તેમજ કોલીફોમ જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે.   સીપીસીબીના માપદંડો મુજબ, ન્હાવા માટેના ૧ લીટર પાણીમાં બાયોલોજીકલ ઓક્સીજન ડિમાન્ડનું સ્તર ૩ મિલીગ્રામથી ઓછુ હોવુ જાઈએ. જાકે હરીદ્વારમાં ગંગા નદીના પાણીમાં આ સ્તર ૬.૪ મિલીગ્રામ છે.

Leave A Reply