કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું નિધન

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું નિધન થતા રાજકીય જગતમાં શોક પ્રસરી જવા પામ્યો છે. બુધવારે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં અનિલ માધવ હાજર રહ્યા હતા.  જાકે આજે વહેલી સવારે તેમનું નિધન થયુ છે.  તેમના નિધનના પગલે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. અનિલ માધવની ઉંમર ૬૦ વર્ષની હતી અને લાંબા સમયથી તેઓ બિમાર હતા, જેના કારણે તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.   અનિલ માધવ દવે મૂળ મધ્યપ્રદેશના હતા અને મધ્યપ્રદેશ ભાજપના એક મોટા ચહેરા તરીકે જાણીતા હતા. તેઓ પાંચ જુલાઈ ૨૦૧૬ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી બન્યા હતા.  માધવના નિધન પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે કે હું મારા એક મિત્ર અને આદર્શ સાથી તરીકે અનિલ માધવ દવેના નિધનથી દુઃખી છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. લોકહિતના કામ માટે હંમેશા દવેજીને યાદ કરવામાં આવશે. તેમનું નિધન મારા માટે વ્યÂક્તગત મોટી ખોટ છે. મહત્વનું છે કે અનિલ દવે ખરાબ તબિયતના કારણે છેલ્લા બે સેશનથી સંસદમાં પણ હાજર રહેતા નહતા. તેમની જગ્યાએ પ્રકાશ જાવડેકર તેમનુ કામ જાઈ રહ્યા હતા.   મંત્રાલયમાં આવીને તેઓ કામ કરી શકે તેમ નહતા, જેથી રજા પર ઉતરેલા હતા.  મૂળ રીતે સંઘ સાથે જાડાયેલ અનિલ દવેને એક પ્રખરવક્તા તરીકે ઓળખવામાં આવતા હતા. અંગ્રેજી અને હિન્દી એમ બન્ને ભાષા પર તેમની સારી પકડ હતી.

Leave A Reply