Tuesday, March 26

અયોધ્યાથી વિધાનસભાની ચુંટણી લડી શકે છે યોગી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

હિન્દુત્વના એજન્ડાને આગળ વધારતા ભારતીય જનતા પાર્ટી યોગી આદિત્યનાથને  અયોધ્યાની બેઠક ઉપરથી વિધાનસભાની ચુંટણી લડાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. યોગી આદિત્યનાથ અત્યારે ગોરખપુરથી સાંસદ છે અને નિયમ મુજબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ છ મહિનાની અંદર તેમણે ધારાસભ્ય બનવુ ફરજીયાત છે. યોગી આદિત્યનાથે ૧૯ માર્ચના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા, જેને બે મહિનાનો સમય થઈ ચુક્યો છે. ત્યારે હવે તેમને આગામી ચાર મહિનાની અંદર વિધાનસભાની ચુંટણી જીતવી પડશે.
ત્યારે સુત્રોના મતે ભાજપ અને સંઘના કેટલાક વરીષ્ઠ નેતા ઇચ્છી રહ્યા છે કે આદિત્યનાથ પોતે  અયોધ્યાની વિધાનસભાની ચુંટણી લડે, જેથી કરીને મતદારો સુધી એ સંદેશ આપી શકાય કે ભાજપ પોતાના હિન્દુત્વના એજન્ડા ઉપર હજી કાયમ છે. ભાજપ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં હિન્દુત્વના માહોલનો ઉપયોગ પોતાના પક્ષમાં  કરવા માંગે છે. જાકે હજી આ મામલે ભાજપના કોઈ નેતાનું સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. પરંતુ અંદર ખાનેથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અત્યારે અયોધ્યા વિધાનસભા બેઠક ભાજપના જ કબજામાં છે. અહીંથી વેદપ્રકાશ ગુપ્તા ચુંટણી જીત્યા હતા.  તેઓ આ પહેલા પણ આદિત્યનાથ જા તેમની બેઠક પરથી ચુંટણી લડવા માંગતા હોય તો બેઠક ખાલી કરવાની તૈયારી દર્શાવી ચુક્યા છે.  મહત્વનુ છે કે, આ જ થિયરી અંતર્ગત વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન મોદીએ  હિન્દુઓની ધર્મનગરી વારાણસીથી ચુંટણી લડીને હિન્દુત્વના એજન્ડાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપ અને સંઘ આ થિયરી ફરી રીપીટ કરવા માંગે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 9 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud