એરટેલ, વોડાફોન, આઈડીયાએ લગાવ્યો રૂ.૪૦૦ કરોડનો ચુનો

રીલાયન્સ જીયોએ ટેલિકોમ મંત્રાલય સમક્ષ એક ફરીયાદ દાખલ કરી છે. જેમાં તેણે આક્ષેપ લગાવ્યો છે કે ભારતી એરટેલ, વોડાફોન અને આઈડીયાએ માર્ચ મહિનામાં યોગ્ય લાયસન્સ ટેક્સ ન ભરીને સરકારને ૪૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. મુકેશ અંબાણીની આગેવાનીવાળી આ કંપનીનો આક્ષેપ છે કે, એરટેલ, વોડાફોન અને આઈડીયાએ લાયસન્સ નિયમનો ભંગ કર્યો અને જાણી જાઈને વર્ષ ૨૦૧૬-૧૭ના અંતિમ ત્રિમાસિક ગાળામાં લાયસન્સ ફી અનુમાનીત આવકના આધારે આપી હતી. જાકે, વાસ્તવિક આવક તેના કરતા અનેક ગણી વધુ હતું.
ફરીયાદમાં એ પણ જણાવાયુ છે કે એરટેલે જાન્યુઆરી-માર્ચ ૨૦૧૭ માટે લાયસન્સ ફી પેટે લગભગ ૯૫૦ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. જે એરટેલ દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૬ દરમ્યાન ચુકવેલ ૧૦૯૯.૫ કરોડ રૂપિયાની લાયસન્સ ફી કરતા  ૧૫૦ કરોડ ઓછા છે.  નિયમ મુજબ, ટેલિકોમ કંપનીએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના સમય માટે એડવાન્સ લાયસન્સ ફી પેટે ગત ત્રિમાસિક સમય જેટલી જ રકમ એટલે કે ૧૦૯૯.૫ કરોડ રૂપિયા ચુકવવા જાઈએ. જે એરટેલે ચુકવ્યા નથી. આ જ રીતે વોડાફોને પણ જાન્યુઆરી-માર્ચ માટે ૫૫૦ કરોડ રૂપિયા ચુકવ્યા હતા, જે ગત ત્રિમાસિક ગાળામાં રૂ.૭૪૬.૮ કરોડ હતા. એટલે કે વોડાફોને લાયસન્સ ફી રૂ.૨૦૦ કરોડ ઓછી ચુકવી છે. તેમજ આઈડીયાએ પણ લાયસન્સ ફી ૭૦ કરોડ રૂપિયા ઓછી ચુકવી છે. આમ ત્રણેય કંપનીઓએ મળીને સરકારને કુલ રૂ.૪૦૦ કરોડનુ નુકશાન પહોંચાડ્યુ છે.

Leave A Reply