ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારીની મજા માંણવા મળશે

ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારીની મજા માંણવા મળશે. જી હા વર્ષ ૨૦૧૮ સુધીમાં ગુજરાતમાં ટાઈગર સફારાની મજા લઇ શકાશે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તિલકવાડા વિસ્તારમાં લગભગ ૪૦ હેકટર્સ જમીન ટાઈગર સફારી માટે શોધી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પરમિશન મેળવવા માટે રાજય સરકારને પ્રપોઝલ પણ મોકલી દેવામાં આવ્યુ છે. એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર,ડિપાર્ટમેન્ટને ફેન્સિંગનું કામ શરુ કરવા માટે ૨ કરોડ રૂપિયા મળી પણ ગયા છે.

રાજય સરકારે તિલકવાડા વિસ્તારમાં ટાઈગર સફારી બનાવવા માટે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આ વિસ્તાર સરદાર સરોવર ડેમથી માત્ર ૨૦ કિલોમીટર જ દૂર છે. મળતી માહિતી મુજબ ફાઈનલ અપ્રૂવલ મળી જાય પછી આ અરજી સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે અને પછી નક્કી કરવામાં આવશે કે વાઘને કયાંથી લાવવા.

આ ૪૦ હેકટર પાર્કમાં ૮ ઝુ-બ્રિડ વાઘ હશેઅને ચાર વાઘના બચ્ચા હશે. કેવડિયાથી આવતા ટૂરિસ્ટનું આ સેન્ટ્રલ અટ્રેકશન હશે.

આ પ્રોજેકટના પહેલા ફેઝના પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ માટે ૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દેવલિયા લાયન સફારીની જેમ અહીં પણ ટૂરિસ્ટ બંધ બસમાં બેસીને નજીકથી વાઘને જોવાનો લ્હાવો લઈ શકશે. ૪૦ હેકટર પાર્કમાં ૮ ઝુ-બ્રિડ વાઘ હશેઅને ચાર વાઘના બચ્ચા હશે.

 

Leave A Reply