કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ – ૬પનાં મોત – ૩૦૦ ગંભીર

અફઘાનિસ્તાનનાં પાટનગર કાબુલમાં આજે સવારે ભારતીય દૂતાવાસ નજીક એક ભયાનક આત્મઘાતી કાર બોંબ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૬પ લોકોનાં મોત થયા હોવાનું અને ૩૦૦થી વધુ વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે.  આ વિસ્ફોટ બાદ  ભારતીય દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે.  આ વિસ્ફોટને કારણે ભારતીય દૂતાવાસની બિલ્ડિંગને સામાન્ય નુકશાન થયુ છે. બારીઓના કાચ તુટ્યા હોવાના અહેવાલ મળ્યા છે. કાબુલના  અત્યંત હાઈસિક્યોરીટી ઝોન ગણાતા આ ડિપ્લોમેટિક વિસ્તારમાં થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને વિસ્ફોટ માટે જવાબદાર વ્યÂક્તઓની તપાસ કરવામાં આવી રહી છે. જે જગ્યાએ વિસ્ફોટ થયો ત્યાંથી ઈરાન અને જર્મનીનું દૂતાવાસ પણ નજીકના અંતરે જ હતુ. પ્રાથમિક અહેવાલોમાં એવું જણાવાયું છે કે, જર્મની અને ઈરાની એમ્બેસીને નિશાન બનાવીને આ પ્રચંડ હુમલો કરવામાં આવ્યો હતો. આ કારબોંબ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ધમાકો થયો તે સ્થળથી બે કી.મી. સુધી તેની અસર વર્તાઈ હતી તેમજ આકાશમાં એક વિશાળ અગનગોળો અને ધુમાડા જાવા મળ્યા હતા. કાબુલમાં અત્યાર સુધીમાં થયેલા વિસ્ફોટમાં આ સૌથી ભયાનક હુમલો હોવાનું માનવામાં આવી રહયું છે.
ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે Âટ્‌વટ કરીને ભારતીય દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. આ પહેલા માર્ચ મહિનામાં કાબુલમાં આતંકીઓએ અમેરિકન દૂતાવાસ નજીક આવેલ એક મિલીટ્રી હોÂસ્પટલને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેમાં ૩૦થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી કટ્ટર આતંકી સંગઠન આઈએસઆઈએસે Âસ્વકારી છે. મહત્વનુ છે કે કાબુલમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત વિસ્ફોટની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા ગત ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં થયેલ વિસ્ફોટમાં પણ ૧૯ લોકોના મોત થયા હતા.આ રીતે સતત થઈ રહેલ હુમલાના કારણે અફઘાનિસ્તાનમાં અસુરક્ષાનો માહોલ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સમર્થિત દળો અલકાયદા અને વિદ્રોહીઓ તેમજ ઈસ્લામિક સ્ટેટના આતંકી સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. કાબુલમાં થયેલા વિસ્ફોટ અને આતંકવાદી હુમલાની સમગ્ર વિશ્વનાં નેતાઓએ આકરી ટીકા કરી છે.

Leave A Reply