જૂનાગઢમાં ચોમાસાનાં આગમનરૂપ હવામાન ; આકાશમાં વાદળો છવાયા

જૂનાગઢ સહિત સોરઠમાં આજે સવારથી જ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા છે અને વરસાદની શકયતા જાવાઈ રહી છે. ભીમ અગિયારસનો તહેવાર સવારથી જ વાદળોની સંતાકુકડી વચ્ચે પસાર થયો હતો. વરસાદની શકયતા જાવાઈ રહી હતી પરંતુ ભીમ અગિયારસનો શુકનરૂપ વરસાદ થયો નથી ત્યારે આગામી એક-બે દિવસમાં જૂનાગઢ અને સોરઠનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ઠંડકતા ભર્યા વાતાવરણ વચ્ચે સવારનાં ભાગે અને બપોર બાદ વાદળો છવાઈ જાય છે.

Leave A Reply