બગોદરા-લીંબડી માર્ગ ઉપર ટેન્કરની પાછળ ફોરવ્હીલ કાર ઘુસી જતાં અકસ્માત- જૂનાગઢનાં ત્રણ યુવાનનાં મૃત્યું – ૧ની હાલત ગંભીર

જૂનાગઢ તા.૧૪
ગોઝારા હાઈવે ગણાતાં બગોદરાથી લીંબડી જતાં માર્ગ ઉપર આજે સાંજના ૪ થી પનાં અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાતાં જૂનાગઢનાં ત્રણ યુવાનનાં મૃત્યું નીપજયાં છે જયારે અન્ય એકની હાલત ગંભીર જણાવાય રહી છે.
આ બનાવ અંગે બગોદરા પોલીસે આપેલી વિગત અનુસાર બગોદરાથી લીંબડી હાઈવે ઉપર નિકાવા ગામ નજીક બપોરનાં ૪ થી પ નાં અરસામાં એક ટેન્કરની પાછળ નિશાન ફોરવ્હીલ કાર ઘુસી જતાં પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જૂનાગઢનાં યશ દિનેશભાઈ ખીમાણી (પ્લેઝર કલર લેબ) તથા આકાશ રજનીભાઈ પાણખાણીનું ઘટનાસ્થળે જ મૃત્યું નિપજયું હતું જયારે અન્ય બેને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલાં યજ્ઞેશ પટેલનું પણ અમદાવાદ વી.એસ.હોÂસ્પટલમાં મૃત્યું થયું છે જયારે અન્ય એક યુવાન પ્રતિકપરી રસીકપરીની હાલત ખુબ જ ગંભીર ગણાવાય રહી છે.આ અકસ્માતનાં બનાવનાં કારણે બગોદરા હાઈવે ઉપર વાહન વ્યવહાર Âસ્થગત થઈ ગયો હતો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં બગોદરા પોલીસ કાફલો બનાવનાં સ્થળે પહોંચી ગયો હતો અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતનાં બનાવ અંગે વધુ વિગત મેળવાય રહી છે.અકસ્માતની જાણ થતાં જૂનાગઢ શહેરમાંથી તેના કુંટુબીજનો, વાલીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

Leave A Reply