સીરિયામાં આઈએસની જેલ ઉપર હવાઈ હુમલામાં ૮૦ના મોત

સિરીયામાં જેહાદીઓ દ્વારા સંચાલિત એક જેલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને તેમની ગઠબંઘન સેના દ્વારા જેલને નિશાન બનાવીને કરવામાં આવેલ આ હુમલામાં લગભગ ૮૦થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ અમેરિકાએ દાવો કર્યો છે કે તેમના નિશાના ઉપર જેહાદીઓ હતા. સિરીયામાં સક્રીય બ્રિટેન બેઝ સીરિયન આબ્જર્વેટીવ ફોર હ્યુમન રાઈટ્‌સ નામના એનજીઓએ આ અંગે માહિતી જાહેર કરી છે.
આ એનજીઓના જણાવ્યા મુજબ સીરિયાના મયાદીન વિસ્તારમાં આવેલ આઈએસ સંચાલિત જેલને નિશાન બનાવીને અમેરિકા અને તેના સહયોગી દેશોની ગઠબંધન સેના દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૫૭ જેટલા કેદીઓ અને ૨૩થી વધુ જેહાદીઓના મોત થયા છે. મયાદીન એ સીરિયાના પુર્વ પ્રાંત દેઈર એજારનુ સૌથી મોટુ શહેર છે. આ પ્રાંતના અડધા કરતા વધુ ભાગ પર આઈએસના જેહાદીઓનો કબ્જા છે. તેમજ અહીં અમેરિકાની આગેવાની વાળી ગઠબંધન સેના અને તેમજ સરીયન સહયોગ ધરાવતી સિરીયન સેના દ્વારા અવારનવાર હુમલા કરવામાં આવતા હોય છે. આ પહેલા પુર્વ સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના કબ્જામાં રહેલ શહેરો પર હવાઈ હુમલા કરાયા હતા. જેમાં ૩૫ સામાન્ય લોકોના મોત થયા હતા. મયાદીન શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ અવારનવાર હુમલા થતા હોય છે. જેમાં આઈએસના લડાકુઓના ૨૬ સબંધીઓ સહિત ૧૦૫થી વધુ સામાન્ય લોકોના મોત થઈ ચુક્યા છે. જેમાં ૯ સીરિયન નાગરીકો અને ૫ બાળકોનો પણ સમાવેશ થાય છે.

Leave A Reply