આગામી તા.૫ ઓગષ્ટ બોક્સીંગ રીંગમાં ભારત અને ચીન વચ્ચે જંગ

ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર તણાવ જાવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે બોક્સીંગ રીંગમાં પણ ભારત અને ચીન વચ્ચે જંગ જામવાનો છે. ભારતના સ્ટાર પ્રોફેશન બોક્સર અને ઓલÂમ્પકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા વિજેન્દ્ર સિંહ આગામી તા.પ ઓગષ્ટના રોજ બેવડા ટાઈટલ માટેની ફાઈટમાં ચીનના બોક્સર જુÂલ્ફકાર મૈમેતઅલી સામે ટકરાશે. વિજેન્દ્ર અત્યારે ડબ્લ્યુબીઓ એશિયા પૈસિફીક મિડલવેટ ચેÂમ્પયન છે અને તે મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલ એનએસસીઆઈ સ્ટેડીયમમાં ડબ્લ્યુબીઓ ઓરિઅંટલ સુપર મિડિલવેટ ચેÂમ્પયન જુÂલ્ફકાર સામે રીંગમાં  ઉતરશે. આ ફાઈટ માટેની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ પાંચ ઓગષ્ટના રોજ આ ફાઈટ લડાશે. આ ફાઈટમાં વિજેતા બોક્સર પોતાનુ ટાઈટલ જાળવી રાખવાની સાથે સામેવાળા બોક્સર પાસે રહેલ ટાઈટલ પણ મેળવશે. જેથી આ ફાઈટ બેવડા ટાઈટલ માટેનો જંગ બની રહેશે. બેજિંગ ઓલÂમ્પકમાં બ્રાંઝ મેડલ જીતના વિજેન્દ્ર આ ફાઈટ માટે પોતાના ટ્રેનર લી બીયર્ડ સાથે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ખાસ તાલીમ લઈ રહ્યો છે. તેમજ પાંચ ઓગસ્ટે યોજાનાર ફાઈટની પહેલી ટીકીટ વિજેન્દ્ર સિંહે સામેથી મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરને આપી છે. વર્ષ ૨૦૧૪થી પોતાના પ્રોફેશન બોક્સીંગ કેરીયરની શરૂઆત કરનાર વિજેન્દ્ર હજી સુધી એકપણ ફાઈટ હાર્યો નથી. તો ચીનનો બોક્સર જુÂલ્ફકાર મૈમેતઅલી પણ પોતાની કાર્કિદીમાં એકપણ ફાઈટ હાર્યો નથી. ત્યારે આ વખતે ફાઈટમાં બંને બોક્સરોની પ્રતિષ્ઠાની સાથે સાથે ડબ્લ્યુનાં બંન્ને ટાઈટલ પણ દાવ પર        લાગશે.

Leave A Reply