ભગવાન અમરનાથ યાત્રાનો પ્રારંભઃ પ્રથમ જથ્થો રવાના

આતંકવાદી ખતરા અને ચીન સાથેના વિવાદની વચ્ચે આજે જમ્મુ બેઝ કેમ્પ પરથી અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહની આગેવાનીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. પહલગામ અને બાલટાલના રસ્તાઓ પર આતંકી હુમલાની શક્યતાઓ રહેલી છે.  આતંકી હુમલાના ખતરાને લઇને સેના દ્વારા સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક તૈયારી કરવામાં આવી છે. ખાસ કરીને સેટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ૪૦ દિવસ સુધી ચાલનારી આ યાત્રાનો આજે જમ્મુથી પ્રારંભ થયો છે. જમ્મુથી અમરનાથ ગુફા સુધીનું અંતર લગભગ ૨૦૦ કિલોમીટર સુધીનું છે. આ યાત્રામાં લગભગ ૨.૩૦ લાખ શ્રદ્વાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમરનાથની ગુફા દક્ષિણ કાશ્મીરના પહાડી વિસ્તારમાં આવેલી છે. ભારતમાંથી નિકળનારી અમરનાથ યાત્રાને લઇને ચીને પણ વાંધો ઉઠાવતા સુરક્ષાના કારણો આગળ ધરીને ચીનના વિસ્તારમાં શ્રદ્વાળુઓને પ્રવેશ આપવાથી ઇન્કાર કરી દીધો હતો. પોલીસ મહાનિર્દેશક મુનીર ખાને સેના, સીઆરપીએફ અને અન્ય પોલીસ અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, આતંકીઓને ૧૫૦ જેટલા શ્રદ્વાળુઓ અને ૧૦૦ પોલીસ જવાનોની હત્યા કરવાના આદેશ મળ્યા હોવાના ઇનપુટ્‌સ મળ્યા છે. જેથી અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની શક્યતાઓ વધી ગઇ છે.

Leave A Reply