પાકને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરો ; યુએસ સાંસદ

અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્પષ્ટ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ચેતવણી આપ્યા બાદ હવે અમેરિકામાં પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની માંગ પ્રબળ બની રહી છે. અમેરિકન સાંસદ ટેડ પોએ ટ્રમ્પ સરકાર સમક્ષ પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરીને  અમેરિકા તરફથી આપવામાં આવતી તમામ સૈન્ય સહાય બંધ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સાંસદે પાકિસ્તાન પાસેથી બીન નાટે સહયોગી દેશનો દરજ્જા પણ પરત લેવાની માંગ કરી છે. અમેરિકન સાંસદ ટેડ પોએ ગત સપ્તાહે જ અમેરિકી કોંગ્રેસમાં એક પ્રસ્તવ રજુ કર્યો હતો. જેમાં તેમણે પાકિસ્તાનને અપતા તમામ સૈન્ય સહાય બંધ કરવા માટેની માંગ કરી હતી. સાંસદ ટેડ પોએ પોતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે અમેરિકા તરફથી વર્ષોે સુધી પાકિસ્તાનને આપવામાં આવેલ સહાયનુ કોઈ જ પરિણામ આવ્યુ નથી.
આજે તમામ અમેરિકનો પાકિસ્તાન ઉપર ભરોષો કરતા ડરે છે. તેમજ એ વાતને પણ સારી રીતે જણે છે કે પાકિસ્તન જે કંઈ કહે છે તેનાની વિપરીત વર્તન તે કરે છે. સાંસદે ઉમેર્યુ હતુ કે પાકિસ્તાન દ્વારા વિવિધ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડવામાં આવતી હોવાના પુરતા પુરાવા છે. તેમજ જા ભુતકાળ પર નજર કરીએ તો વર્ષોથી પાકિસ્તાનનુ વર્તન આ પ્રકારનુ જ રહ્યુ છે. સાંસદે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન વર્ષ ૧૯૯૦થી ભારત સાથેનો પાતોના ગોરીલા યુદ્ધની યોજનાના ભાગરૂપે લશ્કર-એ-તૈયબા જેવા આતંકાવાદી સંગઠનોને મદદ પુરી પાડતુ આવ્યુ છે. તેમણે ઉમેર્યુ હતુ કે આ આતંકવાદી સંગઠનોએ ભારતમાં અનેક હુમલા કર્યા છે. જેમાં વર્ષ ૨૦૦૧માં ભારતની સંસદ પર થયેલ હુમલાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાન આ જ રીતે ભારત વિરોધી સંગઠનોને આર્થિક અને શ†ોની મદદ પુરી પાડીને ભારતમાં હુમલા કરવાની પોતાની મેલી મુરાદ પુરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે.

Leave A Reply