જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા મૃતક શ્રધ્ધાળુઓને શ્રધ્ધાંજલી અપાઈ

અમરનાથ યાત્રા માટે જઈ રહેલી બસ ઉપર આતંકવાદીઓએ હુમલો કરતાં ૭ ભાવિકોનાં મૃત્યું થયા છે આ બનાવથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જૂનાગઢ મહાનગર કોંગ્રેસે પણ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો હતો તેમજ ગઈકાલે શહિદ પાર્ક ખાતે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને મહાનગરપાલિકા વિપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડા, ક્રાંતિભાઈ બોરડ, કાર્તિક ઠાકર, હરેશભાઈ વ્યાસ, ગોપાલ પરમાર, ભરત રાયપુરા, ભવિષ્ય ડાંગર તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકતાઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply