કોંગ્રેસને બંધનમાંથી મુક્ત કરું છું, હવે હું જનતાને સમર્પિત રહીશ ; બાપુ

કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના જન્મ દિવસે ગાંધીનગર ટાઉનહોલમાં સમ સંવેદના સંમેલન મળ્યું હતું. જેમાં લગભગ પાંચ હજાર જેટલા સમર્થકો વચ્ચે બાપુએ દોઢ કલાક સુધી કોંગ્રેસને ચાબખા મારીને પક્ષમાંથી છેડો ફાડ્યો હતો. બાપુએ આજે જ વિરોધ પક્ષના નેતા પદેથી તો રાજ્યસભાની ચૂંટણી પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
શંકરસિંહ અંગે છેલ્લા કેટલાય દિવસની ચાલતી અનેક અટકળોનો આજે અંત આવ્યો છે. પોતાના જન્મ દિવસ પર આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને કોઈપણ રાજકીય પક્ષમાં નહીં જાડાવવાની જાહેરાત કરી છે. બાપુએ કÌšં હતું કે, હું કોઈ પક્ષમાં નહીં રહું પરંતુ પ્રજાને પ્રશ્ને હંમેશા લડતો રહીશ. જ્યાં સામાન્ય માણસને મારી જરૂર હશે ત્યાં અડધી રાત્રે ખભાથી ખભો મીલાવીને ઉભો રહીશે. હું ભાજપ અને કોંગ્રેસ બંનેમાં લોકો માટે જ જાડાયો હતો.’
શંકરસિંહ પ્રહાર કરતાં કÌšં હતું કે, તેમને બહુ ઉતાવળ હતી, આજના મારો કાર્યક્રમ મળવાનો અને શુભેચ્છાની આપ-લેનો હતો. જાકે તેમને ઉતાવળ હતી, પક્ષે મને ૨૪ કલાક પહેલાં જ હાંકી કાઢ્યો હતો, શું કરીએ વિનાસકાળે વિપરિત બુદ્ધિ. ભાજપ છોડતા સમયે જે રીતે વિચલિત હતો તેવો કોંગ્રેસ છોડતી વખતે છું. મને કોંગ્રેસમાંથી કાઢવા માટે કેટલાક નેતાઓ પ્લાનિંગ કર્યું હતું. કોંગ્રેસ આવે છે અને બાપુ જાય છે તેવી વાતો વહેતી કરી હતી.
બાપુએ કÌšં હતું કે, ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ જ પ્લાનિંગ નથી. મેં નહીં પરંતુ કોંગ્રેસ જ ભાજપની સોપારી લીધી છે. તમારે લડવું નથી અને જેને લડવું છે તેને રસ્તો આપવો નથી. તમે રાઘવજી પટેલની ફરિયાદો નથી સાંભળતા, અમદાવાદ પ્રમુખનું કોકડું નથી ઉકેલતા, તમે કાર્યકરોને નથી સાંભળતા. હું મોદી કે શાહ વિપક્ષના જે નેતાઓને મળ્યો છું તે જાહેરમાં જ મળ્યો છું, કોઈ ખાનગી મિટીંગ કરી નથી. પાવર મારો પ્રાણવાયુ નથી, સત્તા માટે હું જાહેર જીવનમાં આવ્યો નથી.’ જા કોંગ્રેસની સરકાર બનવામાં હું આડખીલીરૂપ હોવું અને કોંગ્રેસના પરાજય મારા લીધે જ થાય છે તેવુ કેટલાક લોકો માનતા હોય તો હું તેમને મારા બંધનમાંથી મુક્ત કરૂ છું.

Leave A Reply