અષાઢના એન્ડમાં મેઘરાજાએ સોરઠમાં વરસાવી અનહદ કૃપા ;ડેમો, તળાવોમાં ઓવરફલોની મૌસમ

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગત શનિવારથી જ મેઘરાજાએ સાનુકુળ વાતાવરણ સર્જી દીધુ હતુ. અષાઢ માસ એટલે વરસાદની પુરબહાર મૌસમ ગણાય છે ત્યારે શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે મેઘખાંગા થાય તે પ્રમાણે વરસાદ વરસ્યા બાદ અષાઢ માસના એન્ડમાં જૂનાગઢ અને સોરઠમાં મેઘરાજાનું હેત વરસી ઉઠયુ છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા અનરાધાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર, વીલીંગ્ડન ડેમ, દામોદર કુંડ, હસ્નાપુર ડેમ, સોનરખ નદી, કાળવાનો વોકળો વગેરેમાં ઓવરફલો અને ઘોડાપુર સર્જાયા હતા. ગઈકાલે બપોર બાદ જૂનાગઢ શહેરમાં શરૂ થયેલા વરસાદે અનરાધાર પાણી વરસાવી દીધુ હતુ અને સાંજ સુધીમાં રસ્તાઓ ઉપર ભારે પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોની હાલત બેટ જેવી થઈ હતી જયારે શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરની સદર પડી ગઈ હતી અને વિલીંગ્ડન ડેમ પણ ઓવરફલો થયાના સમાચારના પગલે લોકોનો પ્રવાહ નદીઓ અને ડેમોના ઓવરફલો નીહાળવા દોડી ગયા હતા. જા કે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ પણ તકેદારીના પગલારૂપે તંત્રને સાવચેત બનાવી દીધુ હતુ. દરમ્યાન જૂનાગઢ જીલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જૂનાગઢ અને સોરઠના વિવિધ તાલુકાઓમાં પડેલા વરસાદમાં ભેંસાણ ૧૮૩ મીમી(મૌસમનો કુલ વરસાદ ૩૯પ મીમી), જૂનાગઢ ૧૧૯ મીમી(૪૯૩ મીમી), કેશોદ પ૦મીમી(ર૯૩ મીમી), માળીયા ૬૦ મીમી(પ૦૦ મીમી), માણાવદર ૮૩ મીમી (૩૮૧ મીમી), માંગરોળ પ૩ મીમી(૪૧પ મીમી), મેંદરડા ૮૯ મીમી(૩ર૩ મીમી), વંથલી ૧૩પ મીમી (પ૪૧ મીમી), વિસાવદર ર૩૩ મીમી(પ૩પ મીમી) જેવો વરસાદ નોંધાયો છે. જયારે આજે સવારે પણ ઝરમરીયો વરસાદ સતત વરસી રહ્યો છે. મેઘરાજાએ શ્રાવણ માસના આગમન પુર્વે જાણે ભગવાન શીવજીના વધામણા કરતા હોય તે રીતે વરસાદ વરસી જતા જનજીવન પુલંકીત બની ગયુ છે.

Leave A Reply