ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા વિશ્વ કપ ફાઇનલ જંગ

લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે રવિવારે મહિલા વિશ્વ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઇંગ્લેન્ડને મજબુત ઇરાદા સાથે પડકાર ફેંકવા માટે ટીમ ઇÂન્ડયા તૈયાર છે. ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ ફાઇનલમાં ભારતીય ટીમ પ્રથમ તાજ માટે રમનાર છે. વર્ષ ૨૦૦૫માં દક્ષિણ આફ્રિકાના સુપર સ્પોટર્સ પાર્ક સેન્ચુરિયન ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૯૮ રને હારી ગઇ હતી. જા કે આ વખતે ભારતીય ટીમ સેમીફાઇનલમાં જ ઓસ્ટ્રેલિયાને હાર આપી ચુકી છે. એ વર્લ્ડ કપમાં ૨૩ વર્ષની રહેલી મિતાલી રાજ સાત ઇનિગ્સમાં ૧૯૯ રન બનાવીને સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તરીકે રહી હતી. જ્યારે લિડિંગ બોલર તરીકેનો એવોર્ડ પણ ભારતીય ખેલાડી અને કાનપુરની લેફ્ટ આર્મ સ્પીનર નીતુ ડેવિડને મળ્યો હતો. નીતુ ડેવિડે ૨૦ વિકટ લેવામાં સફળતા મેળવી હતી. એક ઇનિગ્સમાં બેસ્ટ બોલિંગ ૩૨ રન આપીને પાંચ વિકેટ રહી હતી. આ જ વર્લ્ડ કપમાં ૨૩ વર્ષની ઝુલન ગોસ્વામી ૧૩ વિકેટ ઝડપીને ત્રીજા નંબર પર રહી હતી. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ ટીમ માટે ફાઇનલમાં ફરી રમનાર છે. બન્નેની ભૂમિકા હજુ પણ શાનદાર રહી છે. આજે ભારતીય મહિલા ટીમના પ્લેયર્સની ઓળખ સુપર સ્ટાર્સ તરીકે થયેલી છે. ટીમમાં એકથી એક કરિશ્માવાળા ખેલાડી છે. જે મેચમાં પાસા પલટી નાંખવાની ક્ષમતા ધરાવ છે. મહિલા ક્રિકેટમાં પણ હવે પુરૂષ ક્રિકેટની જેમ જ મોટી સંખ્યામાં ચાહકો મેચ જાવા પહોંચવા લાગી ગયા છે. છ વખતની ચેÂમ્પયન ટીમ ઓસ્ટ્રેલિયાને સેમીફાઇનલમાં હાર આપીને ફાઇનલમાં પહોંચેલી ટીમ ઇÂન્ડયા પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ફાઇનલ મેચમાં પણ હરમનપ્રીત પાસેથી ભવ્ય દેખાવની અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે.

Leave A Reply