Thursday, April 9

હસીના ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે આઠ કિલો સુધી વજન વધાર્યુ

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકેલી અભિનેત્રી શ્રદ્ધા કપુરે તેની નવી ફિલ્મ હસીના માટે આઠ કિલો સુધી વજન વધારી દીધુ હતુ. ૩૦ વર્ષીય સ્ટાર પોતાની ફિલ્મને રજૂ થવાને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહી છે. અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ હસીના ધ ક્વીન ઓફ મુંબઇને લઇને તે આશાવાદી બનેલી છે. પોતાના પાત્રની વાત કરતા શ્રદ્ધા કપુરે કહ્યુ હતુ કે આ ફિલ્મમાં પોતાના પાતને ન્યાય આપવા માટે આઠ કિલો સુધી વજન વધારી દેવામાં આવ્યુ હતુ. જા કે ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ વજન પાછુ ઉતારી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ કરતી વેળા વજન વધારી દેવાની જરૂરિયાત પાત્ર ુજબ દેખાઇ રહી હતી. અભિનેત્રીએ અપૂર્વ લાખિયાની ભારે પ્રશંસા કરી છે. તેની ઇચ્છાની વાત કરતા શ્રદ્ધાએ કહ્યુ હતુ કે જા તે નિર્દેશક તરીકે રહે તો એક વખતે પિતા શÂક્ત કપુરને રોલ આપવા માટે ઇચ્છુક છે.

Leave A Reply