જૂનાગઢનાં ઐતિહાસીક મજેવડી દરવાજાની રિનોવેશનની કામગીરી પૂર્ણ

જૂનાગઢ શહેરમાં ઐતિહાસીક ઈમારતો કે જે નવાબી શાસનકાળનાં ગોલ્ડન સમયની યાદ આપનારી આ ઈમારતોને રીનોવેશનની કામગીરી દ્વારા ઝળહળતી બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે અને જેને પગલે જૂનાગઢ શહેરનાં પ્રવેશદ્વાર સમા મજેવડી દરવાજાની રીનોવેશનની કામગીરી પૂર્ણ થઈ છે. નવાબી શાસન સમયનાં વિવિધ દરવાજાઓ પૈકી મજેવડી દરવાજા અને રેલ્વે સ્ટેશન પાસે સરદાર પટેલ દરવાજા જેને નવાબી શાસનમાં રે’ ગેઈટ તરીકે ઓળખાતો હતો હાલ હયાત છે ત્યારે આ મજેવડી દરવાજાને રૂપરંગથી સજાવટ કરી છે અને તેનાં લોકાર્પણની કાર્યવાહીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

Leave A Reply