પરિવારની સેવા માટે બહુમતિ મળી ન હતી, નીતિશના પ્રહાર

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે આખરે વિશ્વાસ મત જીતીને પ્રથમ અડચણને આજે દુર કરી દીધી હતી. આજે બિહાર વિધાનસભામાં આરજેડી અને કોંગ્રેસી સભ્યો દ્વારા ભારે ધાંધલ ધમાલ વચ્ચે નીતીશ કુમારે બહુમતિ સાબિત કરી હતી. નીતીશ કુમારે ધારણા પ્રમાણે જ ખુબ સરળતાથી બહુમતિ માટેનો જરૂરી આંકડો હાંસલ કરી લીધો હતો. નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ૧૨૨નો જાદુઇ આંકડો હાંસલ કરવા માટેની જરૂર હતી. વિશ્વાસમત દરમિયાન નીતીશ કુમારના સમર્થનમાં ૧૩૧ અને વિપક્ષમાં ૧૦૮ મત પડ્યાહતા. નીતીશ કુમારની છાવણીએ ૧૩૨ મત મળ્યા હોવાનો દાવો કર્યો છે. ધારાસભ્ય આનંદ ભુષણ પાન્ડેની તબિયત ખરાબ હોવાના કારણે તેમને સારવાર માટે દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. જેથી નીતીશ કુમારની તરફેણમાં એક મત ઓછુ રહ્યુ હતુ. વિશ્વાસ મત જીતી લીધા બાદ નીતીશ કુમારે આરજેડી પરિવાર પર તેજાબી પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે બિહારમાં લોકોએ બહુમતિ પરિવારની સેવા માટે મળી ન હતી. તેમને બિહારના લોકોની સેવા અને તેમના વિકાસ માટે બહુમતિ મળી હતી. કોઇ એક પરિવારની સેવા માટે લોકોએ બહુમતિ આપી ન હતી. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ મુખ્યપ્રધાન નીતીશ કુમારે વિશ્વાસમત રજૂ કર્યો હતો. ત્યારબાદ સત્તા અને વિપક્ષ વચ્ચે જારદાર પ્રહારો એકબીજા પર કર્યા હતા. બહુમતિ સાથે પરિક્ષણનુ જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ ન હતુ. બિહારમાં રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે ગઇકાલે ગુરૂવારના દિવસે સવારે નીતીશ કુમારની ફરી વાર મુખ્યપ્રધાન તરીકે તાજપોશી કરવામાં આવી હતી.
નીતીશ કુમારે છઠ્ઠી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.જ્યારે સુશીલ મોદીએ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. બન્નેને બિહારના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ગઇકાલ સુધી દુશ્મન રહેલા હવે મિત્ર બની ગયા છે. આરજેડીના વડા લાલુ યાદવના પુત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને મહાગઠબંધનને નીતીશ કુમારે ખતમ કરવાની બુધવારે જાહેરાત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર નાયબ મુખ્યપ્રધાન બની ગયા છે. ૨૪૩ સીટવાળી વિધાનસભામાં એનડીએના સહકારથી નીતિશ કુમારની સરકાર બહુમતિના ૧૨૨ના આંકડાથી વધારે છે. જેડીયુની પાસે હવે ૭૧ ધારાસભ્યો છે. ભાજપની પાસે ૫૩ ધારાસભ્યો છે. જેથી સરકારે સરળતાથી વિશ્વાસમત જીતી લીધો હતો. બિહારના રાજકારણમાં બુધવારના દિવસે ભૂકંપની Âસ્થતિ સર્જાઈ હતી. બિહારના મુખ્યમંત્રી તરીકે આખરે નીતીશ કુમારે રાજીનામુ આપી દીધું હતું. તેમના પુત્ર તેજસ્વી યાદવના રાજીનામાને લઇને લાલૂ યાદવે ઇન્કાર કર્યા બાદ નીતિશકુમારે રાજીનામુ આપ્યું હતું. બિહારમાં બુધવારે સાંજથી જ જારદાર રાજકીય ઘટનાક્રમનો દોર શરૂ થયો હતો.

Leave A Reply