ઇ-કોમર્સ માર્કેટનું કદ બે લાખ કરોડને પાર કરશે

ભારતમાં ઇ- કોમર્સ માર્કેટનુ કદ અતિ ઝડપથી વધી રહ્યુ છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ઇ-કોમર્સ માર્કેટનુ કદ વધીને બે લાખ કરોડના આંકડા સુધી પહોંચી શકે છે. આજે સંસદમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. ગ્રાહક બાબતોના રાજ્ય પ્રધાન સીઆર ચૌધરીએ માહિતી આપતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતમાં ઓનલાઇન માર્કેટનુ કદ ૧૯ ટકા સુધી વધી ગયુ છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં ચૌધરીએ કહ્યુ હતુ કે નાણાંકીય વર્ષ ૨૦૧૭માં ભારતમાં ઇ-કોમર્સનુ માર્કટ કદ ૩૩ અબજ ડોલર સુધી પહોંચી જશે. ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા નાસ્કોમે નવેસરના અંદાજના આંકડા આપતા કહ્યુ હતુ કે ભારતમાં ઓનલાઇન માર્કેટનુ કદ વધી રહ્યુ છે.
ગ્રાહક ફરિયાદના મામલે પ્રધાને કહ્યુ હતુ કે છેલ્લા નાણાંકીય વર્ષમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનના સેગ્મેન્ટમાં ૨૮૭૭૦ ફરિયાદ દાખલ કરવામાં આવી ચુકી છે. તમણે કહ્યુ હતુ કે આશરે ૧૧૫૯૬ ફરિયાદ પેમેન્ટના નોન રિફન્ડ સાથે સંબંધિત છે. જ્યારે બાકીની ફરિયાદો ડિફેÂક્ટવ પ્રોડક્ટસ ડિલિવરી સાથે સંબંધિત છ. તમામ ફરિયાદો હવે નિકાલ માટે સંબંધિત વિભાગોને સોંપી દેવામાં આવી છે. જા ગ્રાહકોની ફરિયાદોને દુર કરવામાં આવશે નહી તો તમામ જરૂરી પગલા લેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે હાલમાં ગ્રાહક ફરિયાદોનો નિકાલ કરવા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા છે. ગ્રાહકોના હિતોને જાળવી રાખવા માટે સરકારે બિલમાં ગ્રાહક ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબુત રાખવા માટે કટલીક જાગવાઇ કરવામાં આવી છે. આ બિલ ઓગષ્ટ ૨૦૧૫માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ.

Leave A Reply