Saturday, April 4

રાજકોટનો આજી-૧ છલકાતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીર વધાવ્યાં

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજકોટમાં આજી-૧ ડેમ છલકાઇ જતાં તેના વધામણાં કર્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે આજી-૧ ડેમ છલકાઇ ગયો હતો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આજે સવારે ગાંધીનગરથી રાજકોટ પહોંચતા તેઓ એરપોર્ટથી સીધા આજી-૧ ડેમ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બરાબર એક મહિના પહેલાં, ૨૯ જૂને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમમાં નર્મદાના નીરને વધાવ્યા હતા, કુદરતની મ્હેરથી મહિના પછી આજી-૧ છલકાઇ ગયો છે. આજી-૧ ડેમની ઊંચાઇ પણ ૨૯ ફૂટ છે. આમ ૨૯ ફૂટન ઊંચાઇ વાળા આજી-૧ ડેમમાં ૨૯મી જૂને નર્મદાના નીરના વધામણા અને આજે ૨૯મી જુલાઇએ ડેમ છલકાતાં પુન:વધામણાં કરાયાં છે. ૨૯નો આંક આજી માટે શુકનિયાળ સાબિત થયો છે.   હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન પરિસ્થિતિમાં રાજયના વહિવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે.મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વધામણાં કર્યા ત્યારે ધારાસભ્યશ્રી સર્વશ્રી ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઇ પટેલ, મેયર ડૉ. જૈમનભાઇ ઉપાધ્યાય, ડે.મેયર ડૉ. દર્શીતાબેન શાહ, મ્યુની. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન
શ્રી ધનસુખભાઇ ભંડેરી, કલેકટર શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મ્યુ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, અધિક્ષક ઇજનેર શ્રી ભાવેશ ચોવટીયા, પી.જી.વી.સી.એલના એમ.ડી શ્રી સુથાર, અગ્રણી સર્વશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી, પુષ્કર પટેલ સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave A Reply