જૂનાગઢ પાસની ટીમે બે ટ્રક ઘાંસ, બે ટ્રક રાહત સામગ્રી પુરપીડીતોને મોકલી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં થયેલ અતિવૃષ્ટીના પગલે પુરપીડીતોને સમગ્ર ગુજરાતમાંથી રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. જૂનાગઢમાંથી પણ પાસના કાર્યકરો, ગૌરક્ષા દળ, ઉમા મહીલા મંડળ અને બાબા મિત્ર મંડળના સેવાભાવી કાર્યકરોએ બે દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી પુર પીડીતો માટે બે ટ્રક ભરીને રાહત સામગ્રી બનાસકાંઠા મોકલી આપી છે. પુરપીડીતો ઉપરાંત મુંગા પશુની દયનીય Âસ્થતીની જાણ થતા તેમના માટે પણ બે ટ્રક ભરીને ઘાસચારો મોકલી આપવામાં આવ્યો છે.

Leave A Reply