કાલથી કોલંબોમાં ભારત-શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ

પ્રથમ ટેસ્ટમાં ૩૦૪ રનની ભવ્ય જીત બાદ ઉત્સાહથી ભરેલ ભારતીય ટીમ આવતીકાલથી શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ ટેસ્ટ મેચમાં ભારતનો ઉદ્દેશ્ય મેચ જીતવાની સાથે શ્રેણીમાં અજય સરસાઈ મેળવી લેવાનો રહેશે. અત્યારે શ્રેણીમાં ભારત પાસે ૧-૦ની સરસાઈ છે અને જા આ ટેસ્ટ પણ ભારત જીતી લેશે તો ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરી લેશે. તેમજ વર્તમાનમાં બન્ને ટીમોનુ જે પ્રકારનુ ફોર્મ જાવા મળી રહ્યુ છે તે જાતા ભારતીય ટીમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલ ટેસ્ટ જીતવા માટે ફેવરીટ રહેશે. જાકે ભારત માટે મુખ્ય સમસ્યા ઓપનિંગને લઈને રહેશે. કેએલ રાહુલ ફીટ થઈ જતા આવતીકાલની ટેસ્ટમાં તેનુ રમવુ નિશ્ચિત મનાઈ રહ્યુ છે. આવી Âસ્થતિમાં ઓપનર અભિનવ મુકંદનુ પ્રથમ ટેસ્ટમાં નોંધપાત્ર પ્રદર્શન છતા બહાર બેસવુ પડી શકે છે. તે સિવાય પ્રથમ ટેસ્ટની ટીમને જ યથાવત રાખવામાં આવશે. જ્યારે શ્રીલંકાની ટીમમાં કાયમી કેપ્ટન ચંડીમલ ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. જેનાથી શ્રીલંકાને થોડી રાહત થશે. જાકે પ્રથમ ટેસ્ટ દરમ્યાન ઈજાગ્રસ્ત બનેલ ગુનારત્ને આવતીકાલથી શરૂ થનાર ટેસ્ટ ગુમાવશે. પ્રથમ ટેસ્ટ દરમ્યાન રંગના હેર્રાથ પણ ઘાયલ થયો હતો, જાકે તેની ઈજા વધુ ગંભીર ન હોવાથી તે આવતીકાલથી શરુ થનાર ટેસ્ટ મેચમાં રમશે. આ મેચમાં ભારતની નજર ફરી એકવાર શાનદાર ફોર્મમાં ચાલી રહેલ શિખર ધવન, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને રહાણે પર રહેશે. આ ઉપરાંત ડેબ્યુ ટેસ્ટમાં પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કરનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ટીમમાં જાળવી રખાય તેવી શક્યતા છે.

Leave A Reply