Wednesday, July 24

રાજ્યસભાની ચુંટણીમાં ૪ કોંગ્રેસીઓેનુ ક્રોસ વોટિંગ, હજી પણ ક્રોસ વોટિંગની શક્યતા

આજે રાજ્યસભાની ૧૦ બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. જાકે, તમામની નજર ગુજરાતની ૩ બેઠકો પર ચાલી રહેલ મતદાન પર છે. અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ સહિતના નેતાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. જાકે વોટ આપીને બહાર નિકળી રહેલ ધારાસભ્યો ઈશારા ઈશારામાં અહમદ પટેલ માટે કડક સંદેશ પાઠવી રહ્યા છે. જેના પરથી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ હોવાનુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુકેલ શંકરસિંહ વાઘેલાએ મતદાન બાદ સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે તેમણે અહમદ પટેલને વોટ આપ્યો નથી. તેમણે દાવો કર્યો છે કે, આ ચુંટણીમાં અહમદ પટેલનુ જીતવુ શક્ય નથી. વાઘેલાએ જણાવ્યુ હતું કે જ્યારે કોંગ્રેસ જીતવાની જ નથી તો પછી કોંગ્રેસને વોટ આપીને શું ફાયદો. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપુતના પક્ષમાં મતદાન કર્યુ હોવાનુ સ્પષ્ટપણે Âસ્વકાર્યુ છે.
રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, અમે રાજકારણમાં યથાવત રહેવાના છીએ, પરંતુ કોંગ્રેસમાં નહીં. કોંગ્રેસના ઉમેદવારના જીતવાનો સવાલ જ નથી. ભાજપ જ્યારે પણ કહેશે ત્યારે અમે ભાજપ સાથે જાડાવા માટે તૈયાર છીએ. બીજીબાજુ એનસીપી તરફથી પણ અહમદ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. મતદાન કરીને બહાર નિકળેલ એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે તેમણે ભાજપના સમર્થનમાં મતદાન કર્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે મેં કાલે જ સ્પષ્ટ કર્યુ હતું કે અમે ભાજપના સમર્થનમાં વોટ આપવાના છીએ. જાકે એનસીપીના અન્ય એક ધારાસભ્ય જયંત બોસ્કીએ અહમદ પટેલને મત આપ્યાનુ Âસ્વકાર્યુ છે.

Leave A Reply