Wednesday, July 24

રાજ્યસભામાં ભાજપને વધુ મજબુત બનાવશે શાહની એન્ટ્રી

આજે ગુજરાતની ૩, પશ્ચિમ બંગાળની ૬ રાજ્યસભાની બેઠક માટે ચુંટણી યોજાઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ગુજરાતથી રાજ્યસભાની ચુંટણી લડી છે. તેમની રાજ્યસભામાં એન્ટ્રી ભાજપના વર્તમાન સાંસદોને નવી તાકાત આપશે. અમિત શાહ સાંસદના પદ પર પ્રથમ વખત ચુંટણી લડી ચુક્યા છે. પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલ અમિત શાહ ૨૦૧૪ની લોકસભા ચુંટણી અને ત્યારબાદ ભાજપને મળી રહેલ સફળતાના સુત્રધાર રહ્યા છે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળ્યા બાદ ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને તે જીતના મેન ઓફ ધ મેચ જાહેર કર્યા હતા. ત્યારે હવે રાજ્યસભામાં અમિત શાહની એન્ટ્રી અનેક સમીકરણો બદલી દેશે. જાકે, અમિત શાહ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પણ કેન્દ્રીય કેબિનેટમાં જાડાશે નહીં. પાર્ટીના સુત્રોનું કહેવુ છે કે, રાજ્યસભામાં સંખ્યાબળ મામલે ભાજપ અત્યારે સૌથી મોટી પાર્ટી બની છે. જાકે તેમ છતાં સરકાર પાસે બહુમત ન હોવાના કારણે અવાર-નવાર વિપક્ષ રાજ્યસભામાં હાવિ રહે છે. ગત સપ્તાહે જ વિપક્ષે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લોસેસ બિલમાં સંશોધન પાસ કરાવીને સરકારને નીચુ જાવા માટે મજબુર કરી હતી. ત્યારે હવે રાજ્યસભાના સભા પદ તરીકે વૈંકેયા નાયડુ અને ગૃહમાં અમિત શાહની હાજરી ભાજપના સાંસદોને નવી તાકાત આપશે. સાથે જ ભાજપના સાંસદોની ગેરહાજરીનુ પ્રમાણ પણ ઘટાડી શકાશે. મહત્વનુ છે કે રાજ્યસભામાં સાંસદોની ગેરહાજરી ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બનેલો છે. જાકે, અમિત શાહની હાજરીમાં કોઈ સાંસદ ગેરહાજર રહેવાની હિમ્મત નહીં કરે તેવુ પાર્ટીના સુત્રોનુ માનવુ છે.

Leave A Reply