Tuesday, December 10

જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે

જૂનાગઢમાં શહેર (જીલ્લા) કોંગ્રેસનાં સંગઠનને એક નવી જ દિશામાં લઈ જવાની પહેલ કરનાર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં અધ્યક્ષ સ્થાને નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ પદગ્રહણ સમારોહ તા.ર૩-૯-ર૦૧૭ને શનિવારનાં રોજ સવારે ૧૧ કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવશે. આ પદગ્રહણ સમારોહમાં તમામ નવનિયુકત હોદ્દેદારોને કોંગ્રેસ પ્રમુખ સતિષચંદ્ર વિરડાના વરદહસ્તે સ્માર્ટ આઈકાર્ડ (ઓળખ કાર્ડ) અને નિમણુંકપત્ર અર્પણ કરવામાં આવશે

Leave A Reply