જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો આવતીકાલે રવિવારે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે

જૂનાગઢમાં શહેર (જીલ્લા) કોંગ્રેસનાં સંગઠનને એક નવી જ દિશામાં લઈ જવાની પહેલ કરનાર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં અધ્યક્ષ સ્થાને નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ પદગ્રહણ સમારોહ આવતીકાલ તા.ર૪-૯-ર૦૧૭ને રવિવારનાં રોજ સવારે ૧૧ કલાકે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે યોજવામાં આવશે.આ પદગ્રહણ સમારોહમાં તમામ નવનિયુકત હોદ્દેદારોને કોંગ્રેસ પ્રમુખ સતિષચંદ્ર વિરડાના વરદહસ્તે સ્માર્ટ આઈકાર્ડ (ઓળખ કાર્ડ) અને નિમણુંકપત્ર અર્પણ કરવામાં આવશે.આવતીકાલે યોજાનારા પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકતાઓએ ખાસ ઉપÂસ્થત રહેવા અનુરોધ કરવામાં આવેલ છે.

Leave A Reply