જૂનાગઢ પોલીસની ઝડપી કામગીરી ગણતરીનાં કલાકોમાં લુંટનાં બે શખ્સોને ઝડપી લીધા

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ પાસે છરીની અણીએ ગઈકાલે બપોર બાદ લુંટનો એક બનાવ બનવા પામેલ હતો જેમાં તિરૂપતિ કોર્પોરેશન નામની સીંગદાણાની પેઢીનાં મહેતાજી હરેશભાઈ જમનાદાસ લોહાણા અને અપૂર્વ રાજનભાઈ ગઢીયા આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જઈ રહ્યાં હતા એ દરમ્યાન આ લુંટનો બનાવ બન્યો હતો. જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીનાં પીઆઈ આર.એલ.રાઠોડ તેમજ સ્ટાફ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ ડી.જે.ઝાલાએ તાત્કાલિક કામગીરી બજાવી અને ગણતરીનાં કલાકોમાં જ બે શખ્સોને રોકડ તેમજ વાહન સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે આજે આ અંગે તપાસનીશ અધિકારીઓએ બનાવ અંગેની વિગતો આપી હતી.

Leave A Reply