ગાંધીગ્રામ વિસ્તારમાં નવરાત્રી ઉત્સવની થઈ રહેલી ઉજવણી

જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા યોજાતી પ૦ વર્ષ જુની પ્રાચીન ગરબીમાં ૩૦૦થી વધારે બાળાઓ માતાજીનાં રાસ રમે છે. વીરાભાઈ મોરી, પરેશભાઈ મહેતા, ચંદ્રેશભાઈ ઠાકર અને કાર્યકતાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફકત ૧ રૂપિયાનાં ટોકનથી અહીં બાળાઓેને એન્ટ્રી અપાઈ છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે મહાનુભાવો દ્વારા આરતીનો લાભ લેવામાં આવી રહ્યો છે.

Leave A Reply