જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં પણ જલારામ જયંતિની ભાવભેર ઉજવણી

જલારામ જયંતિ પર્વ પ્રસંગે આજે ઝાંઝરડા રોડ બાયપાસ ઉપર આવેલા જલારામ ભકિતધામ ખાતે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને સાંજે સમુહ પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરનાં મધુરમ-ટીંબાવાડી વિસ્તારમાં પણ રઘુવંશી પરિવારો દ્વારા જલારામ બાપાનું પુજન-અર્ચન-આરતી-રોટલો અને પ્રસાદનું આયોજન કરેલ છે.જયારે જલારામ સોસાયટી, રોયલ પાર્ક, જે.જે.કોમ્પલેક્ષ, વણઝારી ચોક સહિતનાં અનેક વિસ્તારોમાં આજે જલારામ જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Leave A Reply