Monday, June 24

આગામી બુધવારથી પુજય દાતારબાપુનાં ઉર્ષની થશે ઉજવણી

કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની ટેકરી ખાતે આગામી તા.ર૯ને બુધવારથી તા.ર અને શનિવાર સુધી ઉપલા દાતારબાપુનાં મહાપર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. પ્રથમ દિવસે બુધવારે રાત્રે દાતારબાપુનાં અમુલ્ય આભુષણોની ચંદનવિધિ થશે તા.૩૦ ને ગુરૂવાર આરામનો દિવસ અને તા.૧ને શુક્રવારે રાત્રીનાં મહેંદી દિપમાલાનો કાર્યક્રમ યોજાશે અને તા.ર અને શનિવારે રાત્રે ધુપ-લોબાન સાથે ઉર્ષની પુર્ણાહુતિ થશે. સર્વે દાતારભકતોને મહંત પુજય વિઠ્ઠલબાપુ તથા લઘુમહંત ભીમબાપુએ ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

Leave A Reply