Tuesday, July 23

જૂનાગઢના ગીરીરાજ સોસાયટીના લોકોએ રસ્તા પ્રશ્ને ચક્કાજામ કર્યો

જૂનાગઢના બસ સ્ટેશન પાસે આવેલ ગીરીરાજ સોસાયટીના લોકોએ શેરી નં. ૧,ર અને ૩ માં રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તેમાં અગાઉની માફક નવ મીટરનો રોડ હતો તે મુજબ જ વોલ ટુ વોલ બનાવવાની માંગણી સાથે ગઈકાલે ચક્કાજામ કર્યો હતો. આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગીરીરાજ સોસાયટીના લોકો સોમવારે મહાનગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ છે.

Leave A Reply