Wednesday, April 1

ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે આજથી ચાર દિવસીય ઉર્ષ મેળાનો પ્રારંભ

જૂનાગઢના ગરવા ગિરનારની પર્વતમાળામાં આવેલા અને કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે આજથી ચાર દિવસના ઉર્ષ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે રાત્રીના દાતાર બાપુના આભૂષણની ચંદન વિધિ કરવામાં આવશે. જયારે આવતીકાલે આરામનો દિવસ અને ૧લી ડીસેમ્બરે મહેંદી દિપમાલાનો કાર્યક્રમ યોજાશે. અને ઉર્ષના અંતિમ દિવસે એટલે કે ર ડીસેમ્બરે શનિવારે રાત્રીના ધુપ, લોબાન સાથે ઉર્ષના મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. જગ્યાના મહંત પૂ. વિઠ્ઠલબાપુ તથા લઘુ મહંત ભીમબાપુએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

Leave A Reply