Saturday, September 21

ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે ગઈકાલથી ચાર દિવસીય ઉર્ષ મેળાનો થયેલો પ્રારંભ

જૂનાગઢના ગરવા ગિરનારની પર્વતમાળામાં આવેલા અને કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે ગઈકાલેથી ચાર દિવસના ઉર્ષ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે રાત્રીના દાતાર બાપુના આભૂષણની ચંદન વિધિ કરવામાં આવી હતી. જયારે આજે આરામનો દિવસ છે અને ૧લી ડીસેમ્બરે મહેંદી દિપમાલાનો કાર્યક્રમ યોજાશે. અને ઉર્ષના અંતિમ દિવસે એટલે કે ર ડીસેમ્બરે શનિવારે રાત્રીના ધુપ, લોબાન સાથે ઉર્ષના મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. જગ્યાના મહંત પૂ. વિઠ્ઠલબાપુ તથા લઘુ મહંત ભીમબાપુનાં માર્ગદર્શન હેઠળ ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. અને ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં છે.

Leave A Reply