આજે ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે મહેંદી-દિપમાલાનો કાર્યક્રમ

કોમી એકતાનાં પ્રતિક સમા ઉપલા દાતારબાપુની ટેકરીએ ગત બુધવારથી મહાપર્વ ઉર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. દાતારબાપુનાં આભુષણોની પુજનવિધી બાદ ગઈકાલે ગુરૂવારે આરામનો દિવસ હતો અને આજે રાત્રીનાં દાતારનાં પર્વત ઉપર મહેંદી અને દિપમાળાનો કાર્યક્રમ યોજાશે તેમજ આવતીકાલે ધુપ અને લોબાન સાથે ઉર્ષની પુર્ણાહુતિ થશે જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ, લઘુમહંત ભીમબાપુનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave A Reply