ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે મહાપર્વ ઉર્ષની ભાવભેર થયેલ ઉજવણી

કોમી એકતાનાં પ્રતિક સમા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે મહાપર્વ ઉર્ષની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે.હજારો ભાવિકોએ મહાપર્વ ઉર્ષમાં ઉપÂસ્થત રહી અને દર્શનનો લાભ લીધો હતો. ઉપલા દાતારની ટેકરી ખાતે આવેલાં પુજય દાતારબાપુની જગ્યા ખાતે મહાપર્વ ઉર્ષનો ગત બુધવારથી ભકિતભાવ પૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. બુધવારની રાત્રીએ દાતારબાપુનાં આભુષણો બહાર કાઢવામાં આવ્યા હતા અને મહંત વિઠ્ઠલબાપુ તથા શેરનાથબાપુ તથા લઘુમહંત ભીમબાપુ અને મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં આભુષણોની ચંદનવિધી કરવામાં આવી હતી. ગુરૂવારે આરામનો દિવસ હતો તેમજ ગઈકાલે શુક્રવારે રાત્રે દાતારનાં પર્વત ઉપર મહેંદી અને દિપમાલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે શનિવારે ધુપ અને લોબાન સાથે મહાપર્વ ઉર્ષની પૂર્ણાહુતિ કરવામાં આવી રહી છે. દાતારબાપુની જગ્યા ખાતે પ્રતિવર્ષ મહાપર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. નાત-જાતનાં ભેદભાવ વિના અને કોમી એકતાનાં પ્રતિક સમા દાતારબાપુની જગ્યા ખાતે હજારો ભાવિકો આ ધાર્મિક પર્વમાં જાડાય છે અને ભાવભકિતથી દર્શનનો લાભ લ્યે છે. ગાદીપતી મહંત પૂજય વિઠ્ઠલબાપુનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવેલ છે. આ વર્ષે પણ ભાવભકિતથી દાતાર ટેકરી ખાતે મહાપર્વ ઉર્ષની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે.

Leave A Reply