જાણીતાં ફિલ્મ અભિનેતા શશીકપુરનું નિધન – ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી

જાણીતાં ફિલ્મ અભિનેતા શશીકપુરનું ગઈકાલે ૭૯ વર્ષની ઉંમરે નિધન થતાં તેમનાં પરિવારજનો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. મેરે પાસ માં હૈ, નો અમર ડાયલોગ આપનારા શશીકપુરે ૩૭ વર્ષની કારકિર્દીમાં ૧૬૦ જેટલી ફિલ્મો કરી હતી અને તેમનાં લાજવાબ અભિનયની આજે પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. ર૦૧પમાં મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ શશીકપુરને આપવામાં આવ્યો હતો.

Leave A Reply